મહેસાણા:  જોટાણા તાલુકાના કસલપુર ગામે  ONGC ના વેલમાં ગેસ લીકેજ થતાં આસપાસના ત્રણ ગામોના લોકોને અસર થઈ છે. મોટી સંખ્યામાં લોકોને ઝેરી ગેસના કારણે અસર થઈ છે. તો બીજી તરફ એવી પણ ફરિયાદ સામે આવી છે કે, ONGC ના અધિકારીઓ ગામમા જોવા પણ નથી આવ્યા.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કસલપુર ગામે એક દિવસ પહેલા રાતે  ONGC ના નવા બની રહેલા વેલમાં અચાનક ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જેના કારણે કસરપુર જોટાણા સાંથલ સહિત આસપાસના ચારથી પાંચ ગામોના લોકો પરેશાન બન્યા છે. ગેસની દુર્ગંધના કારણે લોકો ઘરમાં પણ રહી શકતા નથી તો બીજી તરફ ગેસના કારણે અત્યાર સુધી 400થી વધુ લોકોને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે. જેના કારણે લોકો ભયમાં છે અને આજ ભયના કારણે કસરપુરા ગામના મોટા ભાગના લોકો ગામ છોડી જતાં રહયા છે. તો ગામમા જે પણ રહે છે તે બીમારીનો ભોગ બન્યા છે.


તો બીજી તરફ કસલપુરા ગામે ગેસ લીકેજની ઘટના બની જેને લઇ ગામમા લોકોમાં રોષ છે. ગામ લોકો કહે છે કે, આ ઘટના બની હોવા છતાં ONGC ના એક પણ અધિકારી ગામમા ખબર લેવા આવ્યા નથી. જો કે, બીજી તરફ ONGCના અધિકારીઓ મીડિયા સામે પણ આવતા નથી કે આ ઘટના કયા કારણે બની આ ગેસનાં કારણે શું સમસ્યા થશે ગામ લોકોએ શું સાવધાની રાખવાની જરુર છે  તે મુદ્દે ONGCના અઘિકારી ચૂપ છે.  જો કે ગામ લોકોની આ સમસ્યાને લઇ ભાજપ પ્રદેશ મહામંત્રી રજની ભાઇ પટેલ અહી પહોચા હતા અને ગામ લોકોનું દર્દ જાણી તંત્ર અને ONGCના અઘિકારીને સમસ્યા દૂર કરવાં સૂચના આપી હતી. ગામના સરપંચનુ કહેવું છે કે, અત્યાર સુઘી આ ગામમાથી ૧૫૦ પરિવાર હિજરત કરી ચૂક્યા છે. તો બીજી તરફ ગામામાં પશુઓને ઘાસ ચારો પણ નથી અને ખેતરમાં લોકો જઈ શકતા નથી. 


સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે


અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનભેદના ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અંદર આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.