સુત્રાપાડા: ગુજરાતના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં આજે કલેક્ટર ડી.ડી. જાડેજાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ગોચરણના દબાણનો મુદ્દો ખાસ ચર્ચાસ્પદ રહ્યો હતો. કલેક્ટરે ગામના લોકોને ચેતવણી આપી હતી કે જેમણે ગામના ગોચરણ જમીન પર દબાણ કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગોચરણ જમીન ગામના ગરીબ લોકો માટે છે અને તેનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં. ગ્રામસભા દરમિયાન કલેક્ટર ગામના સરપંચ પર પણ ગુસ્સે થયા હતા. કલેક્ટરે ગામના લોકોને સ્ત્રી સશક્તિકરણ અંગે પણ જાગૃત કર્યા હતા. તેમણે કહ્યું કે ગામમાં સ્ત્રીઓને પણ સમાજના વિકાસમાં સમાન ભાગીદારી મળવી જોઈએ. કલેકટરે કહ્યું સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો પણ સરપંચનાં બદલે પ્રતિનિધિ આવે છે.


ગીર સોમનાથ કલેક્ટરે કહ્યું કે, કાલથી મહેરબાની કરીને ગોચરના દબાણો ખાલી કરી નાખજો. વરસાદ થઈ ગયો છે અને જો વાવણી કર્યા પછી થશે તો નુકસાન સહન કરવાનો વારો આવશે. 


ધાર્મિક દબાણો પણ આપણી સમજાવટથી દૂર થઈ જાય છે તો આપણે પોતાનું અંગત દબાણ છે અને તે પણ સરકારી જગ્યામાં. અને સરાકર તે બીજા કોઈ પગલા લીધા વગર કાઢે છે. બીજા ક્યાં કોઈ પગલા લે છે. આપણે પ્રેમથી જે કંઈ આપણું નથી તે આપણે ખુલ્લુ કરી નાંખીએ. દબાણ દૂર કરવામાં જ્યાં અમારી જરૂર હોય એ કહેજો. 


થોડા સમય પહેલા ગુજરાતના રાજકોટમાં તાજેતરમાં જ એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોમનાથ જિલ્લા કલેક્ટર ડી. ડી. જાડેજા દ્વારા આજે એક વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, સોમનાથમાં આવેલા તમામ પ્રવાસન સ્થળોએ ફાયર NOC (No Objection Certificate) મેળવવો ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરેક પ્રવાસન સ્થળે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ સુરક્ષા જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. આ બધી માહિતી પ્રવાસીઓ સ્પષ્ટપણે જોઈ શકે તે માટે દરેક પ્રવાસન સ્થળ પર યોગ્ય સ્થાને પ્રદર્શિત કરવાની રહેશે. સોમનાથ એક જાણીતું પ્રવાસન સ્થળ છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. રાજકોટમાં થયેલી આગ ઘટનાને ધ્યાનમાં રાખીને, સોમનાથમાં આવા ઘટનાઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.