Dwarka:  દ્વારકાના બરડીયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળીયા અને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. 


કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં સાતના મોત થયા હતા


તાજેતરમાં જ શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાની જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.