જૂનાગઢ જિલ્લાના ભાલચેડ ડેમમા મોટા પ્રમાણમા દવાઓ  ફેંકાઇ હોવાની ઘટના સામે આવી છે. કોરોનાની રસી,સિરપની બોટલો,હજારો ગોળીઓ ડેમમા ફેકી દેવાઈ છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ  તપાસ હાથ ધરી છે. ડેમમાં ફેંકી દેવાયેલ દવાઓ ખાનગી હોસ્પિટલની છે કે મેડિકલ સ્ટોરની કે પછી  સરકારી હોસ્પિટલથી ફેકાઇ છે આ મામલે તપાસ શરૂ થઇ છે.


Divya Darbar: અમદાવાદમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું કોકડું ગુંચવાયું, પોલીસે નથી આપી મંજુરી, આયોજકોએ પાસ પણ વેચી દીધા


Baba Dhirendra Shastri Divya Darbar: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. 29મે ના રોજ આયોજિત આ કાર્યક્રમને લઈને હજુ સુધી પોલીસ પરવાનગી નથી મળી અને બીજી તરફ 29 તારીખના પાસ વિતરણની કાર્યક્રમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પોલીસે હજુ પરવાનગી આપી નથી તો બીજી તરફ આયોજકો ચાણક્યપુરીના ગ્રાઉન્ડમાં જ કાર્યક્રમ યોજવા મક્કમ છે. જ્યારે અહીં મોટી સંખ્યામાં લોકોને સમાવી શકાય એવી સ્થિતિ ન હોવાથી પોલીસ પણ સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ મર્યાદિત લોકો પૂરતો અને ખાનગી કાર્યક્રમ રાખવા માટે આગ્રહ કરી રહી છે.


બાગેશ્વરના પંડિત જયેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે અને દરમિયાન તેઓ અમદાવાદમાં બે દિવસ રોકાણ કરવાના છે. 29 તારીખે ચાણક્યપુરીના સેક્ટર 6 ના ગ્રાઉન્ડમાં તેમના દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોટી વાત એ છે કે શરૂઆતમાં આયોજકો જાહેર કાર્યક્રમ હોવાની વાતો કરી હતી અને 70,000 થી વધારે લોકો અહીં આવશે તેનો દાવો કરી રહ્યા છે. પરંતુ કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે અને હજુ કાર્યક્રમની પોલીસ પરવાનગી નથી મળી. 


એક તરફ પોલીસ કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી મર્યાદિત લોકો પૂરતો કાર્યક્રમ રાખવા આયોજકોને આગ્રહ કરી રહી છે. બીજી તરફ બાબાની પ્રસિદ્ધતાને જોતાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતાઓ છે. પરવાનગી હજુ નથી મળી તેમ છતાંય 29 તારીખના પાસ વિતરણ આજથી એટલે કે શનિવારથી કરવામાં આવ્યા. 


આયોજકો દ્વારા કાર્યક્રમ સંદર્ભે આજે પ્રેસ પણ રાખવામાં આવી હતી, પરંતુ પોલીસ વિભાગમાંથી કાર્યક્રમની પરવાનગીનું કોકડું ગૂંચવાયેલ હોવાથી પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી. જોકે અંતે કાર્યક્રમ સંદર્ભે અસમંજસતા હોવાનું સામે આવતા આયોજકો મીડિયા સમક્ષ આવ્યા અને સ્પષ્ટતા કરવાની ફરજ પડી. આયોજકોનો દાવો છે કે 29 તારીખના કાર્યક્રમ માટે 5000 જેટલા પાસ છપાવવામાં આવ્યા છે, જે પૈકી અડધા પાસોનું વિતરણ આજે કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય આયોજક પરષોત્તમ શર્મા ચાણક્યપુરીના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાય તેવો આગ્રહ રાખી રહ્યા છે. કેમકે અહીં અંબાજી મંદિરમાં તેમને દરબાર લગાવવાનો સંકલ્પ લીધો હતો અને તેમના નિવાસ સ્થાને પધરામણી કરવાના છે. જોકે કાર્યક્રમ સ્થળની ક્ષમતાને જોતા પોલીસ અને આયોજકો માટે કાર્યક્રમને યોજવો એ મોટો પડકાર બની રહેશે.