ભાવનગર: ભાજપ યુવા મોરચાના કાર્યકર અને રાસગરબા ગ્રુપના સંચાલકએ આપઘાત કર્યો છે. કર્ણવ વસોયા નામના યુવકે પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક રંગરસિયા નામે રસ ગરબાનું ગ્રુપ ચલાવતો હતો. મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મારા ખરાબ દિવસો ચાલતા હોઈ આ પગલું ભરુ છું. જો કે, આપઘાત કરવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ બાદ જ યુવકના મોત અંગે સમગ્ર માહિતી સામે આવશે.


સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ


રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.


તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.


તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે,  આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો.