ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ઘાટવડ ગામના સોનાબેન વાઢેળ જ્યારે પોતાના ફળિયામાં વાસણ સાફ કરતા હતા ત્યારે અચાકન દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારજનો પણ પાસે જ બેઠા હોવા છતાં દીપડાએ વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલાને દીપડાએ ગળાના ભાગેથી પકડીને પુરી તાકાતથી ખેંચતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારજનોએ રાડા-રાડી કરતા દીપડો નાસી છૂટ્યો હતો. તાત્કાલિક 108ને જાણ કરી બોલાવતા 108ના સ્ટાફે વૃદ્ધાને મૃત જાહેર કરતા કોડીનાર સિવિલમાં  પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાટવડ ગામના લોકોમાં શોક સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.


ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ


 રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ નુકશાનીના પણ સમાચાર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ,સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી,કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.


રાજ્યમાં જળબંબાકારની સ્થિતિને લઈને સમીક્ષા કરવા ફ્લડ કન્ટ્રોલ સેલ ખાતે પહોંચ્યા બાવળીયા


ગુજરાતમાં વધુ વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ હાલમાં જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે આજે જળસંપતિ -પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ફ્લડ કન્ટ્રોલ સેલ,ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. 



વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સતત કાર્યરત