Junagadh News: જૂનાગઢમાં એશિયાટિક સિંહોની (Asiatic lion) મોટી વસતિ છે. જૂનાગઢ, અમરેલીમાં સિંહો સમયાંતરે જોવા મળતા હોય છે અને સોશિયલ મીડિયામાં વીડિયો (lions viral video) પણ વાયરલ થતા હોય છે. આજે જૂનાગઢ (Junagadh) સક્કરબાગ ઝુમાં (Sakkarbaug Zoological Park) સિંહનું પાંજરું સાફ કરવા ગયેલા સફાઈકર્મી પર સિંહે હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગત પ્રમાણે, ધીરુ ટુંડીયા નામના કર્મી સફાઈ માટે પાંજરામાં જતાં હતા તે સમયે સિંહે હુમલો કર્યો હતો. ધીરુ ટુંડીયા નામના કર્મીને પગ અને હાથમાં ઇજા પહોંચી હતી. હુમલામાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ ઇજાગ્રસ્તની હાલત સ્થિર છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.


આમ તો, સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ થોડા દિવસ પહેલા અમેરેલીના રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં સિંહણે ત્રણ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો ત્યારબાદ સાંજે હુમલાની ત્રીજી ઘટના બની હતી. વન વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી, સિંહણના રેસક્યુ માટે તજવીજ હાથ ધરી હતી. ગીર અભ્યારણ્યમાં આવેલા ગામોમાં સિંહ દેખાવાની ઘટના અવાર-નવાર જોવા મળે છે. પરંતુ સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના બહુ ઓછી જોવા મળતી હોય છે. પરંતુ, અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવક અને આધેડ મહિલા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા, બંને ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા યુવક અને આધેડ મહિલા ખેતરમાં હતા ત્યારે સિંહણ અચાનક આવી ચઢી અને બંને લોકો ખેતરમાં રહેલા મકાનમાં ગયા, મકાનમાં પહોંચી સિંહણે બંને લોકો પર હુમલો કર્યો. બંને લોકોએ જીવ બચાવવા પ્રયત્ન કરતા સિંહણ બાદમાં ભાગી ગઈ હતી, અને જીવ બચી ગયો હતો. આ ઘટનામાં બંને લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાવેરા ગામે સાંજે ફરી સિંહણ દ્વારા એક વ્યકિત પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. હુમલાખોર સિંહણે એક વ્યકિત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 મારફતે ઇજાગ્રસ્તને રાજુલા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો.