દ્વારકા જિલ્લામાં એક યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના ખંભાળિયામાં એક 24 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 24 વર્ષીય ભરત ધારાણીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. ખંભાળિયાના ગાયત્રી નગરમાં રહેતા 24 વર્ષના ભરત ધારાણી નામના યુવકને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 24 વર્ષીય યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.


તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં બે યુવકોના મોત થયા હતા


સુરેન્દ્રનગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યાં હતા. લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું.  હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યાં છે. આજે એક જ દિવસમાં સુરેન્દ્રગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકના મોત થયા છે.સુરેન્દ્રનગરના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડયો હતો, તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે દુર્ભાગ્યવશ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઇ ગયું. આશાસ્પદ યુવકના મોતથી શોકનું મોજુ ફરી વળ્યું છે.


હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માંગતા હોય તો રાખો આ ખાસ ધ્યાન


બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો


જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.


ધૂમ્રપાનથી દૂર રહો


ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી શકે છે. આવી સ્થિતિમાં આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ટાળો. એટલું જ નહીં,ઇન્સ્ટન્ટ  એનર્જી ડ્રિંક્સ અથવા સોડાથી પણ બચો.


કસરતને રૂટીનમાં સામેલ કરો


દિવસમાં માત્ર 30 મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મોર્નિંગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે. સાયકલિંગ, જોગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


સવારે વહેલા ઉઠવાનું ટાળવુ જોઈએ


જો તમને હ્રદય રોગ છે અથવા સ્ટ્રોક જેવા જોખમોનો સામનો કરવો પડ્યો છે, તો શિયાળાની ઋતુમાં સવારે વહેલા ઉઠવાની જરૂર નથી. જ્યારે તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પથારી છોડો. અન્યથા લોહી જાડું થઈ શકે છે અને પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે.


કોલેસ્ટ્રોલ નિયંત્રમાં રાખવું જોઈએ


લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.


નિયમિત બ્લડ ટેસ્ટ કરાવો


તમારું શરીર હવે કયા સ્તરે કામ કરી રહ્યું છે? તેમાં કોઈ સમસ્યા નથી. તે જાણવા માટે  ડોક્ટરની સલાહ પર શુગર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. જો કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો ડોક્ટરની સલાહ લો.