દાહોદના છાપરી ગામે ઝાલોદ હાઈવે પરથી દારૂની ફેકટરી ઝડપાઈ છે. પેવર બ્લોકની ફેકટરીમાં પેવર બ્લોકની આડમાં દારૂ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. દાહોદ SOGએ દરોડા પાડી દારૂની 2500 બોટલ ઝડપી પાડી છે. આ સાથે પોલીસે દારૂની બોટલ પર લગાવવાના સ્ટીકર, ઢાંકણા,કાંચની ખાલી બોટલ, કેમિકલ સહીત દારૂ બનાવવાની અન્ય વસ્તુ ઝડપી પાડી છે. 


દાહોદના છાપરી ગામે ઝાલોદ હાઈવે ઉપરથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે.  પેવર બ્લોકની ફેકટરીમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સાઈ પેવર પ્રોડકટ ફેક્ટરીમાંથી દારુ બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે.  દાહોદ SOG એ રેડ કરી દારૂની ફેક્ટરી ઝડપી છે.   પોલીસે 2500 બોટલ ઝડપી પાડી છે. 
એસ.ઓ.જી પોલીસે સ્ટીકર, ઢાંકણા,કાંચની ખાલી બોટલ, કેમિકલ સહીત દારૂ બનાવવાની અન્ય વસ્તુઓ પણ ઝડપી છે. 


પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની કરાઈ અટકાયત


ગાંધીનગર:  હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની અટકાયત કરવવામાં આવી છે. ઉંછા ગામના જશવંત પટેલ અને પોંગલુના મહેંદ્ર પટેલની અટકાયત કરવામાં આવી છે. જશવંત પટેલ અને મહેંદ્ર પટેલ બંને વેવાઈ હોવાની  જાણકારી સામે આવી છે.   ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સરકારે કર્યો છે. પેપર લીક કરનાર 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ હજુ ફરાર છે. તમામ સામે સાબરકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.



મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ પરીક્ષાર્થીઓના ઘરે દેખાયા હતા. આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા જોર શોરથી તૈયારી કરી રહ્યા હતા. સરપંચના ઉમેદવાર તરીકે મહેન્દ્ર પટેલના પ્રાંતિજના પોગલુ ગામમાં બેનર પણ ગામમાં લાગેલા છે.



પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે. આ અંગે ગાંધીનગર પોલીસના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પોલીસ ઝડપથી પકડીને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો કરશે.