અમદાવાદ:  બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ગતિ કરતા મુંબઇ પૂણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમ ગુજરાતમાં પણ 17 સુપ્ટેમ્બર બાદ  વરસાદ લાવે તેવી શકયતાં છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરીન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ગઇ કાલે વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે. 

Continues below advertisement

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે.  જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. 

Continues below advertisement

આ સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે.

હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસે તેવી શક્યતા જોવાઇ રહી છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ  આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.

15 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદનો રાઉન્ડ

ઉત્તર ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે.  જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દેશભરમાં હવામાન બદલાવા લાગ્યું છે. વરસાદની સિઝન હવે અંત તરફ જઇ રહી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગનું માનીએ તો, આગામી એક અઠવાડિયા સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.