અમદાવાદઃ અમેરિકામાં ફરી એકવાર ભારતીય દંપતીની હત્યાની ઘટના સામે આવી છે. ભારતમાં સવારે 10 વાગ્યા હતા ત્યારે અમેરિકામાં ફરી એકવાર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અમેરિકામાં સ્થાયી થયેલા ભરથાણાના કણબી પટેલ દંપતી પર શુક્રવારે મોડીરાત્રે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યુ હતુ, આ ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડમાં બની છે.

આ ફાયરિંગમાં 58 વર્ષીય ઉષાબેન પટેલનું સારવાર દરમિયાન મોત થયુ હતુ, જ્યારે પતિ દિલીપભાઈને પગ-છાતીના ભાગે ગોળી વાગી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, ભરથાણાનું દંપતી અમેરિકાના મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ કરે છે, આ કામ તેઓ લગભગ 20 વર્ષથી કરી રહ્યાં હતા.