Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં એક્ટિવ કેસમાં થયો 65%નો વધારો, અમદાવાદ, સુરતની સ્થિતિ ચિંતાજનક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2021 08:40 AM (IST)
રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 571 નવા કેસ નોંધાયા હતા.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 571 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4414 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 10 જ દિવસમાં એક્ટિવ કેસમાં 65 ટકાનો વધારો થયો છે. તેમાં પણ અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ ચિંતાનજક છે. રાજ્યમાં અત્યાર સુધી 265372 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 2980 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 123, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશન 51, સુરત-14, વડોદરા-13, કચ્છ-12, આણંદ-11, જામનગર કોર્પોરેશન-9, મહેસાણા-9, ભાવનગર કોર્પોરેશન-8, સાબરકાંઠા-8, ગીર સોમનાથ-7, મહીસાગર-7, રાજકોટ-7, ગાંધીનગર કોર્પોરેશન, ગાંધીનગર અને ખેડામાં 6-6 કેસ નોંધાયા હતા. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13,74,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,30,463 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,31,821 લોકોને રસી આપવામાં આવી છે. રાશિફળ 7 માર્ચ: આજે આ 5 રાશિના જાતકો રહેજો સાવધાન, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ