Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. તેમની સામે વધુ એક ગુનો નોંધાયો છે. આ વખતે મુંબઈમાં આપેલા એક ભાષણને લઈને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાજલ હિન્દુસ્તાનીએ મુંબઈ  પાસેના મીરા રોડ વિસ્તારમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. મુંબઈમાં 12 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સામાજીક સદભાવ બગાડવા મામલે ગુનો નોંધાયો છે.


ગીર સોમનાથમાં પણ નોંધાઈ હતી ફરિયાદ 


ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી. જે મામલે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ થઈ હતી.


‘નલ સે જલ’ યોજના માત્ર કાગળ પર


બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમા પાણી માટેના દાવા પોકળ સાબિત થયા છે. દાંતા તાલુકાના બાનોદરા ગામે 300 ઘરનાં પરિવારો પાણી માટે વલખાં મારી રહ્યા છે. બે હેડપંપથી આ લોકો હાલ પાણી મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં નલ સે જલ યોજનાની માત્ર વાતો છે. આ યોજનાનો લાભ હજુય વિસ્તારમાં લોકોને મળ્યો નથી.


અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો


દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા પીવાના પાણીના પોકારો સામે આવી રહ્યા છે.  હેડપંપ પર આદિવાસી મહિલાઓની પાણી ભરવા કતારો હોય છે. દિવસ ભરની મજૂરી બાદ પીવાના પાણી માટે લાઇનમા ઊભા રહેવું પડે છે. હેડપંપમાં પણ ધીરે ધીરે પાણી આવતા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહી પાણી ભરી રહ્યા છે.


નળમાં પાણી નથી હેડ પંપો સુકાઈ ગયા છે









આ યોજનાઓ હજુ છેવાડાનાં ગામો સુધી પહોંચી નથી


સરકાર યોજનાઓ થકી પાણી માટે પ્રયાસ કરી રહી છે. જોકે આ યોજનાઓ હજુ છેવાડાનાં ગામો સુધી પહોંચી નથી. આ વિસ્તારોમાં પાણીના સુવિધા ન હોવાને કારણે હેડ પંપ પરથી પાણી ભરવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પાણીની લાઈન માટેના દ્રશ્યો જોવા મળતા હોય છે અને પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે.


આ વિસ્તારનાં લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે


જો કે છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ વિસ્તારનાં લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી પાણી માટે કરવામાં આવી નથી. તેથી લોકોની માગ છે કે, વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે, કારણ કે ઉનાળો જેમ આગળ વધશે તેમ તેમ હજુ પરિસ્થિતિ વિકટ બનશે.