વલસાડ: વલસાડના અટકપારડી અને પારનેરાપારડી ગામની વાંકી નદીનો ભ્રષ્ટાચારનો પુલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2.42 કરોડના ખર્ચે વાંકી નદી પર બનાવવામાં આવેલ બ્રિજમાં નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલ માપો વિસંગતતા તેમજ 36 જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલ ઉપર જેસીબીથી તોડી નાખવામાં આવ્યો છે. 




જો કે આ પુલમાં માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ બ્રીજ થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો હતો. જોકે પુલનું કામ કરનાર અમદાવાદની એજન્સીના નીકળતા બિલની રકમની માંગણી કરતા વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નયબ કાર્યપાલક ઇજનેર નિલય બી. નાયકે કોન્ટ્રાક્ટર પાસે 15 લાખની લાંચ માંગી હતી. જો કે 9 મહિના અગાઉ કોન્ટ્રાક્ટરે વલસાડ એસીબી સાથે ગોઠવેલા છટકામાં લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક પાસે કોન્ટ્રાક્ટર 15 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. 


પુલમાં હલકી કક્ષાનું મટીરીયલ અને પુલ નબળો હોવા અંગેની ગાંધીનગરમાં થયેલી ફરિયાદ આધારે તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ કરવા આવેલી ટીમે પુલ નબળો હોવા અંગેનો રિપોર્ટ આપતા તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો અને 36 જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલને જેસીબીથી તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


નવસારીમાં ફરી શ્વાનનો આતંક, એક જ દિવસમાં 6ને બચકાં ભરતાં લોકોમાં ફફડાટ


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે નવસારીમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં 6 લોકોને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.


મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લામાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાનને આતંક મચાવ્યો છે, ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઈટના 6 કેસથી લોકો ભયભીત થયા છે. એક જ દિવસમાં શ્વાને છ લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાનને ગંભીર રીતે ઘાયલ કર્યા છે, આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક એનજીઓ અને વન વિભાગની જાણ કરવામાં આવી છે.