અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલાના મહુવા પંથક વચ્ચે એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષકને ઝડપી પાડ્યો છે.  ગુરુ જ હેવાન બની માસૂમ વિદ્યાર્થીનીને મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ આચરતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 હેઠળ પોકસોનો ગુન્હો નોંધાયો હતો. 


આરોપી એક ખાનગી શાળાના શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શિક્ષક જે શાળામાં ફરજ બજાવે છે તે જ શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી. વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.  હાલ પોલીસે  તપાસ શરૂ કરી છે. 


માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળી આવ્યું છે.  સગીરા વિદ્યાર્થિની પર શિક્ષકે 2 વાર દુષ્કર્મ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ ડુંગર પોલીસ દ્વારા શિક્ષક સામે કવાયત હાથ ધરવામાં આવી હતી.


ડુંગર પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષકને ઝડપી પાડયો હતો. શિક્ષકના સ્વાંગમાં શૈતાન બનેલા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 


બપોરે ક્લિનિક પર બોલાવી ચાર વખત દુષ્કર્મ આચર્યું


રાજકોટના તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ શહેરમાં નયન ક્લિનિકના તબીબ એલ.જી.મોરી વિરૂદ્ધ એક પરિણીતાએ નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર મોરીએ તેની ક્લિનિકમાં બપોરના સમયે તેના પર ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર મોરીએ તેને નોકરીની લાલચ અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ડોક્ટર મોરી મહિલાને નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. પરિણીતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને હાલમાં રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહે છે.  પતિ સાથે મનમેળ ના થતાં આઠ મહિનાથી તે તેની માતાના ઘરે રહે છે. તબીબ સામે અનેક કલમો હેઠળ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.