gujarat Rain:   છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ગુજરાતને તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. છેલ્લા . 24 કલાકમાં 251 તાલુકામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.  હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના સૌથી વધુ 14 ઇંચ  વરસાદ મોરબીના ટંકારામાં  અને પંચમહાલના મોરવાહડફમાં  વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમા જળબંબાકારની સ્થિતિ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી  છે.


26 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ


રાજ્ય પર જળપ્રલયનો ખતરો તોળાઇ રહ્યો છે, ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત  અને મધ્ય ગુજરાતના એમ કુલ . ગુજરાતના 26 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


 આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો  ઉ.ગુજરાતના છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


મચ્છુ ડેમના 30 દરવાજા ખોલાયા


ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદના કારણે મચ્છડેમની જળસપાટી સતત વધી રહી છે. જેને જોતા મચ્છુ-2 ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યું છે. તંત્રએ લોકોને પુલ પરથી દુર રહેવા અપીલ કરી છે. વર્ષ 207 બાદ પ્રથમ વખત ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યાં છે.  


રાજકોટમાં જળબંબાકાર


રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ન્યારી-2 ડેમની જળસપાટી વધતાં 10  દરવાજા ખોલવામાં આવ્યા છે.  ન્યારીના દરવાજા ખોલાતા નદીના પટના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. પડધરીના નીચાણવાળા ગામમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટાના મોજીરા નજીકનો મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમના 24 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે.  ડેમના દરવાતા ખોલવા ઉપલેટા સહિતના મોજીરા, ગઢાળા ગામને કરાયા એલર્ટ કરવાાં આવ્યાં છે. ખાખી જાળીયા, સેવંત્રા, નવાપરા,કેરાળા ગામને  એલર્ટ કરવામાં આવ્યાં છે. મોજ નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસનને સૂચના આપી છે.