ગીર સોમનાથ: ગીર સોમનાથના તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી.  68 વર્ષીય અબ્દુલભાઈ બલૉચ આંબલાસ ગામે રહેતા હતા. પોતાની લાઈસન્સ વાળી બંદુકથી છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. અબ્દુલભાઈ વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા, તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.  જેમાં છ લોકોના નામ છે.  વર્ષ 2013માં અબ્દુલભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. જે ચુકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધાકધમકી આપતા હતા. સુસાઈટ નોટના આધારે પોલીસે આરોપી નારાણ સોલંકીની અટકાયત કરી છે. 


વન વિભાગના નિવૃત કર્મચારી આત્મહત્યા કેસમાં આસપાસના લોકો મકાનમાં આવી જોતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.  પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ કરતા એક સાઈડ નોટ મળી આવી છે જેમાં છ લોકોના નામ સામે આવ્યા છે. 


પોલીસને સુસાઈડ નોટ મળી આવી


સુસાઈડ નોટ અને પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતક અબ્દુલ બ્લોચ જે છ નામ લખ્યા છે તેમાં નારણ સોલંકી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છે.  નારણ સોલંકી અને તેનો સગો ભાઈ આત્મહત્યા પાછળ કારણ ભૂત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મૃતકની સુસાઈડ નોટ મુજબ નારણ સોલકી પાસેથી ભૂતકાળમાં 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા,  જેના 13 લાખ રૂપિયા ચૂકવી દીધા એટલું જ નહિ મકાન અને બે બુલેટ પણ નારાણ સોલંકી પડાવી લીધાનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મૃતકના દીકરાની વ્હુ દીકરાના સાસુ સસરા  અને અન્ય એક કુટુંબીનું નામ પણ સુસાઈડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ તાલાલા પોલીસે આરોપી નારણ સોલંકીને દબોચી અટકાયત કરી લીધી છે.  જ્યારે  અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 


જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો


જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બોરદેવી નજીક દીપડાએ બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું છે.


જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે.  બોરદેવી નજીક દીપડાએ  પરિક્રમા દરમિયાન 11  વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.


હાલ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે.36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.