જૂનાગઢ:જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બોરદેવી નજીક દીપડાએ બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું છે.


જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે.  બોરદેવી નજીક દીપડાએ  પરિક્રમા દરમિયાન 11  વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.


હાલ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે.36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.


ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવાશે.  સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી હતી.









યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા  ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે  અપીલ કરવામાં આવી હતી. ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો  પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો  


આ પણ વાંચો


Israel-Hamas War: કેરળ કોગ્રેસે પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજી રેલી, શશિ થરૂર સહિત આ મોટા નેતા રહ્યા હાજર


Uttarkashi Tunnel Rescue Live Updates: ઉત્તરકાશીમાં ફરી શરૂ કરવામાં આવ્યું ડ્રિલિંગનું કામ, બચાવકર્મીઓથી 7-8 મીટર દૂર છે મજૂરો


Gandhinagar: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટ વધારવાની માંગ, શાળા સંચાલક મંડળની અન્ય શું છે માંગણીઓ?


Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ