વડોદરા:  એમ એસ યુનિવર્સિટીની  વિદ્યાર્થીનીની સ્કૂટર પર પરીક્ષા આપીને પરત ઘરે જતી હતી, આ સમયે ઓવરટેક કરતી વખતે  એસટી બસની ટક્કર વાગતાં  એક વિદ્યાર્થીનિનીને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ તાબડતોબ ચતેને  હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે ગઈકાલે થયેલા અકસ્માતમાં કીર્તિ નાયક નામની આ વિદ્યાર્થિનું સારવાર દરમિયાન મોત થયું છે. કિર્તી એમ.એસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી. જેને રાજપીપળા થી પાટણ જઈ રહેલી એસટી બસે ટક્કર મારતાં વિદ્યાર્થિનીએ જીવ ગૂમાવ્યો


તો બીજી તરફ ભાવનગરના તાજપર-સરવઈ રોડ પર અકસ્માતમાં ધો.10 ના આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું છે.  સ્કૂલમાં પરીક્ષા આપી બે વિદ્યાર્થી મિત્ર બાઈકમાં ઘરે જઈ રહ્યા હતા આ સમયે - બાઈક ખાળિયામાં ઉતરી જતાં કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં એકનું નિધન થયું છે જ્યારે  એક વિદ્યાર્થીને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો છે.


Accident: મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા જતા નડયો અકસ્માત, કાર સર્પગંગા તળાવમાં ખાબકી


સાપુતારા: મહારાષ્ટ્રથી સાપુતારા જતી કારને અકસ્માત નડતાં, કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો મહારાષ્ટ્રથી સાપુતારા પ્રવાસ માટે જતાં હતા.


મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા જતી કારને અકસ્માત નડ્યો, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં બે વ્યક્તિ સવાર હતી. બંનેનો સદભાગ્યે આબાદ બચાવ થયો છે. આનંદો સર્કલથી આકારલોર્ડસ તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. જોકે કારમાં સવાર બંનેનો કુદરતી આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ તાજેતરમાં જ એક સ્થાનિક કાર પણ સર્પગંગા તળાવમાં ખાબકી હતી.


Himachal Bridge Landslide: ચંબાના ભરમૌરમાં વધુ એક પુલ ધરાશાયી, વાહનોની અવરજવર ઠપ્પ, લૂણામાં ફસાયા લોકો


Himachal Bridge Landslide: દેશના વિવિધ રાજ્યોમાંથી ભૂસ્ખલનની ઘટનાઓએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. એક તરફ જોશીમઠમાં દુર્ઘટનામાં જાનહાનિ થઈ છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાંથી ભૂસ્ખલનના સમાચાર આવવા તે ભયજનક છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પહાડીમાં તિરાડના કારણે એક પુલ તૂટી પડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં ચંબામાં આ બીજો પુલ તૂટી ગયો છે. અગાઉ ટ્રક ઓવરલોડના કારણે ભરમૌરમાં પુલ પણ તૂટી પડ્યો હતો.


ચંબાના ભરમૌરમાં વધુ એક પુલ ધરાશાયી


4 ફેબ્રુઆરીએ શનિવારે મોડી રાત્રે રાવી નદીને અડીને આવેલા ચિરચિંદ નાળા પર બનેલો આ પુલ (નેશનલ હાઈવે-154A) સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ચંબાના આદિવાસી વિસ્તાર ભરમૌરમાં બનાવવામાં આવ્યો હતો જે ચંબા અને ભરમૌરને પઠાણકોટ સાથે જોડતો હતો. ખડકોમાં તિરાડ પડ્યા બાદ આ પુલ પર એક મોટી ખડક તૂટી પડી હતી જેના કારણે પુલ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે હવે આ વિસ્તારનો આખી દુનિયાથી સંપર્ક કપાઈ ગયો