હવામાન વિભાગની આગાહીની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન માં 2 થી 3 ડિગ્રીમાં વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે
હવામાન વિભાગની આગાહીની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન માં 2 થી 3 ડિગ્રીમાં વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે.રાજ્યમાં આજથી ઠંડીમાં ઘરધમ ઘટાડો જોવા મળ્યો. દિવસ દરમિયાન તાપમાન વધતાં સમગ્ર રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બેથી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. આગામી ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં ભેજ વધી શકે છે.જેના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ફેબ્રુઆરીના અંતમાં તાપમાનનો પારો વધુ ઉંચે જતાં ગરમી વધુ અનુભવાશે, ફેબ્રુઆરી સુધી સામાન્ય ઠંડી અનુભવાશે. માર્ચથી ગરમીની જોર વધી જશે.આગામી દિવસોમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થતાં થોડી ઠંડી અનુભાવશે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની ખાસ કોઇ અસર ગુજરાતમાં ન થતાં કોઇ મોટો વાતાવરણમાં પલટો હાલ પુરતો રાજ્યમાં નહી જોવા મળે
SURAT: લ્યો બોલો! સુરતમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ખરાબ ભોજનની ફરિયાદ કરતા પ્રશાસને હોસ્ટલમાંથી કાઢી મુકવાની ફટકારી નોટિસ
સુરત: વિદ્યાર્થી દ્વારા સમરસ હોસ્ટેલની ગંદકી અને જમવાને લઈ પડતી તકલીફો અંગે ગાંધીનગર જાણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. હવે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીને નોટિસ અપાતા રાજકારણ ગરમાયું છે. વિદ્યાર્થીને સમરસ હોસ્ટેલમાંથી કાઢી મુકવાની નોટિસ અપાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ABVP દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેકટર કચેરીએ ધરણા પર બેઠા હતા. તેમનું કહેવું છે કે, યોગ્ય કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.
ગુજરાતના યુવકનું આફ્રિકામાં અપહરણ
રાજકોટ: શહેરના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું છે. જે બાદ આફ્રિકન કીડનેપર્સે યુવાનના પિતાને ખંડણી માટે ફોન કર્યો હતો. રૂપિયા દોઢ કરોડની માંગ કરતા યુવાનના પિતાએ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના દ્વાર ખખડાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવ્યો હતો. કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂપિયા 30 લાખના સેટલમેન્ટ સાથે યુવાનને છોડવા તૈયાર થયા હતા. જો કે, લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂપિયા 30 લાખ સાથે દબોચી ગુન્હો દાખલ કર્યો હતો. રાજકોટથી આફ્રિકા ગયેલ યુવાન હેમખેમ વતન પરત ફરતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા કેયૂર પ્રફુલભાઈ મલ્લીનું અપહરણ થયું હતું. કેયુર આફ્રિક ના જોનીસબર્ગમાં બિઝનેસ ટુર માટે ગયો હતો.