પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં એક વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, પાલનપુરના ડેરી રોડ પર ગઈકાલે વિદ્યાર્થીનું અજાણ્યા શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. અપહરણકારોએ વિદ્યાર્થીને માર મારી છોડી મૂક્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આર્યન મોદી નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો છે. ઘટનાને પગલે મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા અને તાત્કાલિક આરોપીને પકડવાની માંગ કરી હતી. વિદ્યાર્થીના મોતના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.


Heart Attack: હારીજની મોડેલ સ્કૂલમાં ચાલુ શાળાએ શિક્ષકને આવ્યો હાર્ટએટેક, મોતથી શોકનો માહોલ


Teacher died due to heart attack" રાજ્યમાં છેલ્લા થોડાદિવસોથી હાર્ટએટેકના કારણે મોતની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન આજે પાટણના હારીજની મોડેલ સ્કૂલનાં શિક્ષકનું ચાલું શાળા દરમિયાન મોત નિપજ્યું છે. ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષકનું ચાલુ શાળા દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં સ્કૂલ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. હાલ શિક્ષકની લાશને હારીજ સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


હારીજના ખાખડી ગામ પાસે કાર ચાલકે રીક્ષાને મારી ટક્કર


હારીજ તાલુકાના ખાખડી ગામ નજીક પસાર થતી નર્મદાની કૈનાલ પાસે કારચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં સવાર 4 ઈસમોને ઈજાઓ થવા પામી હતી. જેમાં આધેડનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હારીજથી પેસેન્જર ભરીને રીક્ષા થરોડ મુકામે જઈ રહી હતી. તે સમયે ખાખડી નજીક પસાર થતી નર્મદાની કેનાલ પાસે કારના ચાલકે પોતાની રીક્ષાને ટક્કર મારતાં ચાર ઈસમોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.અકસ્માત કરી ચાલક કાર લઈ રફૂચક્કર થઈ ગયો હતો. જેમાં સ્થાનીક લોકો અકસ્માત થયાના સમાચાર મળતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં હારીજ નર્સરીમાં નોકરી કરતાં અને થરોડ ગામના સેધાજી ખોડાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં પાટણ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી તેમના પુત્રએ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.


રાજયમાં જળ સંકટના એંધાણ, અનેક ડેમો ખાલી થવાના આરે




 



રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, માર્ચના પ્રારંભ સાથે જ રાજ્યમાં આકાશમાંથી આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં સૌથી ઓછો 44.46 ટકા જળસંગ્રહ છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.61 ટકા પાણીનો જથ્થો છે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 76.51 ટકા જળસંગ્રહ છે, જ્યારે કચ્છના 20 ડેમમાં 49.33 ટકા જળરાશિ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 72.13 ટકા જેટલો ભરાયેલો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના 206 જળાશયમાં 65.30 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 173 ડેમમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે, રાજ્યના જળાશયોમાં એકંદરે કુલ 68 ટકા પાણીનો જથ્થો છે.