બનાસકાંઠા: પાલનપુરના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. ACB દ્વારા તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. પાલનપુર ACBની ટીમે 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન નાયક લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
આરોપીઓએ અરજદારના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે કરાર આધારિત નોકરી રાખવા માટે ત્રણ મહિનાનો પગાર 45 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ પાલનપુર ACBનો સંપર્ક કરતા ACBની ટીમે બંને આરોપીઓને 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરુચમાંથી બે દિવસ પહેલા કસ્ટમ ઇન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા હતા
લાંચિયા લોકો સામે એસીબી (Anti-corruption bureau) સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલ સમગ્ર રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અભિયાન હાથ ધર્યું છે અને લાંચીયા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. ભરૂચના દહેજ (Bharuch Dahej) ખાતે આવેલ સેઝ વનમાં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા.
ભરૂચમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સપાટો બોલાવતાં કસ્ટમ ઈન્સ્પેક્ટરને (Custom Inspector) ઝડપી પાડ્યો હતો. કસ્ટમ ઇન્સ્પેકટર મુકેશકુમાર સિંગને રૂ.40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સિવિલ કોન્ટ્રાકટર દહેજ સેઝ-1માં રહેલ સામાન પરત લેવા માટે લાંચ માંગી હતી. ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવી લાંચીયા અધિકારીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચના દહેજ ખાતે આવેલ સેઝ વનમાં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઇડીસીમાં આવેલ સેઝ વનના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે સેઝ વનના ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે.આ બનાવમાં ફરિયાદીનું સેઝ વનમાં ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ વનના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામજીન સિંગે તેઓ પાસે રૂપિયા ૪૦ હજારની લાંચની માંગ કરી હતી.