ભૂજઃ ભૂજના મીરજાપર નજીક દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ભૂજના મીરજાપર નજીક સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દિ મહોત્સવની તૈયારીમાં દુર્ઘટના સર્જાઇ હતી. મંડપ અને લાઇટ ડેકોરેશન કામગીરીમાં લોખંડની સીડી વીજલાઇનને અડી જતા દુર્ઘટના સર્જાઇ હતી. વીજ કરંટના કારણે એક વ્યક્તિનું મોત થયુ હતું અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ
રાજકોટ: શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી જવા માપી છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા છે.
મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ગાંજાનું વાવેતર થતું હતું. મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા કેમેરામાં કેદ થયા છે. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે. જે બાદ પોલીસ કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાવવામાં આવી હતી. આગના ધુમાડાઓમાથી ગાંજાની તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી.
OBC અનામતને લઈને મોટા સમાચાર
ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આયોગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને OBC અનામત અંગેનો રિપોર્ટ સોપ્યો છે. તમને જણાવી દઈએ કે, 8મી જુલાઇ ૨૦૨૨ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા ઝવેરી કમિશને રિપોર્ટ તૈયાર કર્યો છે. 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો સૂત્રોનો દાવો છે. આ ઉપરાંત 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો પણ સૂત્રોએ દાવો કર્યો છે. રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે.
Gujarat Weather: મહીસાગર જિલ્લામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને પણ થઈ શકે છે નુકસાન
Gujarat Weather Updates: રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત છે. જિલ્લાના લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે. જેના કારણે વાવેતર કરેલા પાકમાં રોગચાળાની ભીતી છે. આંબાનો મોર ખરી પડવાના કારણે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.
માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અલગ અલગ શહેરોની વાત કરીએ તો ભૂજમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે કેશોદમાં 40.3 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું,આ તરફ રાજકોટમાં 38.9 ડિગ્રી, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વડોદરા અને પોરબંદરમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.. તો ડીસા અને સુરતમાં ગરમીનો પારો 38.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.. વલ્લભવિદ્યાનગરમાં 37.7 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું