સુરેન્દ્રનગર જિલ્લામાં બોરવેલમાં બાળક પડ્યું હતું.  જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું બાળક બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી.  ધાંગધ્રા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયો હતો.  સ્થાનિક પ્રશાસન અને આર્મીની મદદથી બાળકને બચાવી લેવામાં આવ્યું છે. 


ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો


અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડા માં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપરવાસના ગામડાઓમા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર  આવ્યું છે.  શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પુર હોય ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. 


ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં  પલટો આવ્યો હતો.  ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  ઢસા, ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી   રાહત મળી છે.


ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજૂ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. જો કે હજુ પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.


રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી  આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.