Heart Attack: યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું.  બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.



તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.




ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં જ ઢલી પડ્યો હતો અને સુરતમાં એક વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી ત્યારે વધુ એક બનાવ હિંમતનગરમાં જોવા મળ્યો છે. પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના લીધે પાંચ દિવસમાં ત્રીજા યુવાનનું મોત થયું છે.




પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો.કેવિનના પરિવારજનો દોડતા કેવિન પાસે પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેનડાથી અભ્યાસ કરીને કેવિન હિંમતનગર આવ્યો હતો અને તેના માતા પિતાનું એકનો એક દીકરો હતો. તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.


આ પણ વાંચોઃ


Pitru Paksha 2023: કેવી રીતે મળે છે પિતૃઓને ભોજન ? પૂર્વજોને પ્રસન્ન કરવા અપનાવો આ વિધિ


Morning Tips:  રોજ સવારે ઉઠીને કરો આ કામ તો રહેશો ખુશ, દરેક કામમાં મળશે સફળતા