ભરૂચ: દહેજની પી જે વિદ્યાલયમાં એક યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પી જે વિદ્યાલયમાં ક્લાસરૂમ ખુલ્લા રહેતા મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિ ગળે ફાંસો ખાધો હતો. યુવકે પોતાના શર્ટ વડે ફંદો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે રાબેતા મુજબ શિક્ષકો આવતા ક્લાસરૂમમાં ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં યુવકનું મૃતદેહ જોઇ ફફડી ઉઠ્યા હતા. ક્લાસરૂમમાં અજાણ્યા યુવકનો લટકતો મૃતદેહ જોતા શિક્ષકોએ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જો કે આ યુવકે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે કોઈ વિગત સામે આવી નથી.
મહિસાગરમાં મહિલા અને બાળકીનું મોતGujarat Rain Update: હાલમાં મહિસાગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ સંતરામપુરના ખેડાપા ગામે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત થયું છે. જે બાદ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુબેર ડીંડોરએ વિડીયો દ્વારા શોખ વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
ભારે વરસાદને પગલે મહિસાગર જિલ્લામાં કડાણા ડેમમાં 3871 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમના કેચમેંન્ટ વિસ્તારમાં વરસાદને કારણે આવક નોધાઇ છે. ડેમનું લેવલ 380 ફૂટ અને 4 ઇચ છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. સંતરામપુર તાલુકામાં 3 ઇચ વરસાદ નોંધાયો છે. કડાણા તાલુકામાં 1 ઇંચ તો બાલાસિનોર તાલુકામાં 16 mm, લુણાવાડા તાલુકામાં 15 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ વગેરે ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 તાલુકામાં વરસાદહવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે. તો બીજી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૨૮ તાલુકામાં વરસાદ થયો છે.
મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. સાવચેતીના ભાગ રુપે વલસાડના કલેકટરે ટ્વીટ કરી લોકોને સચેત ક્યા છે. તેમણે દમણગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. નદી કિનારાના ગામના લોકોને કિનારાથી દુર રહેવા સૂચન કર્યું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સીઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.