Bharuch: ભરૂચમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. બુટલેગરે વ્યાજની વસુલાત માટે 4 લોકોને ચપ્પુના ઘા ઝીક્યાં તો વ્યાજખોરોના ભયમાં યુવાને ફિનાઈલ ગટગટાવી લીધું. 5500  રૂપિયાની ઉઘરાણી માટે બુટલેગર અન્નુ દીવાને ૪ લોકોને માર મારી ચપ્પુના ઘા ઝીક્યાં હતા. હાલમાં આ ચારેય લોકો સારવાર હેઠળ છે. અન્ય એક ઘટનામાં વ્યાજખોરોથી ત્રસ્ત બનેલા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં બંને મામલાની પોલીસ તપાસ કરી રહી છે.


અમદાવાદમાં વ્યાજખોરો વિરુદ્ધ યોજવામાં આવ્યો લોકદરબાર


અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ કડીમાં અમદાવાદ શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે મેગા લોક દરબાર યોજવામાં આવ્યો. વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.


તો બીજી તરફ 20 દિવસની ડ્રાઇવમાં 100 ગુના નોંધાયા છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે 7 ડોમ બનાવવામાં આવ્યા છે. વિસ્તાર પ્રમાણે અરજદાર ડીસીપીને મળીને વ્યાજખોર સામે રજૂઆત-ફરિયાદ કરી શકશે. ડીસીપીના તાબા હેઠળના પોલીસ સ્ટેશનની ટીમો પણ હાજર રહેશે. 5થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.


 અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 'MAY WE HELP YOU' થીમ અંતર્ગત 'લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લોક દરબારમાં ફરિયાદ સાંભળીને ત્વરિત નિર્ણય લઈને ફરિયાદીને ન્યાય અપાવવાની પ્રશંસનીય કામગીરી અમદાવાદ શહેર પોલીસે કરી છે. લોક દરબારનો વિષય વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત રાખવામાં આવ્યો.


અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકોના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 'MAY WE HELP YOU' થીમ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારનો વિષય વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત રાખવામાં આવ્યો હતો.









તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યભરના સામાન્ય નાગરિક કે ગરીબ વ્યક્તિ પોતાના ઘરનું ગુજરાત ચલાવવા માટે કે પછી નાની મોટી તકલીફનો સામનો કરવા અન્ય કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને નાની- મોટી રકમ વ્યાજ પર લે છે. આ રકમ ઉપર એ વ્યક્તિ સહન ન કરી શકે એટલું મોટું વ્યાજ  લગાડવામાં આવે છે. એટલું જ નહિ  વ્યાજ લેનાર વ્યક્તિ પાસેથી કોરા સ્ટેમ્પ પેપર ઉપર સાઈન પણ લઈ લેવામાં આવે છે. આ પ્રકારે રાજ્યના સામાન્ય નાગરિક અને ગરીબો વ્યાજખોરોના દૂષણમાં ફસાઈ જાય છે.