Gujarat politics: તાલાલા બાદ હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. તાલાલા અને સુત્રાપાડા બને તાલુકા પંચાયતો કોંગ્રેસના હાથમાથી સરકી ભાજપ તરફ જઈ રહી છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા વિધાનસભામાં આવતી સુત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં છે. જો કે, હવે આ કબજો કેટલા દિવસ રહેશે તે કહેવું મુશ્કેલ બન્યુ છે. કારણ કે, તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ તેમના જ પક્ષના સદસ્યો ભગવો ધારણ કરી અવિશ્વાસની દરખાસ્ત કરતા પ્રમુખ પદ છીનવાશે.


તો હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પણ તાલાલા વાળી થઈ છે. જી હા, તાલાલા પંચાયતમાં કોંગ્રેસ પાસે 10 બેઠક હતી અને ભાજપ પાસે 8 પરંતુ હવે બાજી પલટાઈ છે. સુત્રાપાડા પંચાયતના 7 સદસ્યો ભગવો ધારણ કરતા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વસની દરખાસ્ત કરી અને આજે આ મુદ્દે બેઠક યોજાઇ. જેમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ 15 સદસ્યોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો.


કોગ્રેસના 10 સભ્યો ચૂંટાયા હતા જ્યારે ભાજપમાં 8 સભ્યો ચૂટાયા હતા ત્યારે કોગ્રેસના 7 સભ્યો ભાજપમાં ભળી જતા અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આજે રોજ તાલુકા પંચાયતના કચેરી ખાતે મીટીંગ મળી.  કોગ્રેસના 8 સભ્યો દ્વાર ભાજપને સમર્થન કરતા કોગ્રેસ પાસે માત્ર 3 સભ્યો રહ્યા હતા ત્યારે સમગ્ર સુત્રાપાડા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પ્રમુખ તરીકે કુસુમબેન જાદવ ભાઈ અને ઊપ પ્રમુખ તરીકે લાભુબેન રામ ભાઈ વાજા  હતા ત્યારે હવે પછી કોણ જવાબદારી નિભાવશે તે આવનાર સમયમાં નક્કી થશે. સુત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેવા હુકમનો એક્કો ધારસભ્ય ભગવાન બારડને ગણવામાં આવી રહ્યા છે.


મોરબી બ્રિજ દુર્ઘટના મામલે પોલીસે રજૂ કરી ચાર્જશીટ


 મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબીની સેશન્સ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મોરબીની કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 10મા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલનું નામ નામ સામેલ છે. અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોના મોત થયા હતા.



ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ  308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.


વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારી કે કેસમાંથી છટકી  શકુઃ જયસુખ પટેલ










ક્યારે બની હતી દુર્ઘટના

30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.


ક્યારે બન્યો હતો આ પુલ


આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.