વલસાડ: ચાલતી ટ્રેન પકડવાના ચક્કરમાં યુવાને પોતાના બે પગ ખોયા છે. આ ઘટના સામે આવી છે વલસાડ ખાતે. અહીં વલસાડથી અમદાવાદ તરફ જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પકડવા જતા યુવાનનો પગનો લપસ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ટ્રેન વલસાડથી ઉપડી ગઈ હતી, ચાલતી ટ્રેન પકડવા ગયો ઉવાન, જેમાં તેનો પગ લપસી ગયો. જે બાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં યુવકની સારવાર કરવામાં આવી હતી. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે,યુવકે બન્ને પગ ગુમાવવા પડ્યા હતા. આમ થોડી બેદરકારીને કારણે યુવક મોતના મુખમાંથી તો બહાર આવી ગયો પરંતુ પોતાના બન્ને પગ ગુમાવવા પડ્યા. 


રાજ્યમાં છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.

કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પૂર્ણ કરી 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો.  પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.  જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં અશોકકુમારનું હૃદય હુમલાનો કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી છે.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.




અમદાવાદના યુવકને બસમાં આવ્યો હાર્ટએટેક


અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.  









જામનગરમાં હાર્ટ અટેકથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. પટેલ પાર્ક વિસ્તારના ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા વિનીત કુંવરિયા નામના યુવકને ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનન મોતને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પરિજન દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રિની પ્રેક્ટિસ દરમિયાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.