Accident: બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામે ધૂળેટી પર્વમા મજાક ભારે પડી યુવકને જિંદગી ગુમાવી પડી. જાણીએ શું છે મામલો
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામે ઇકો ચાલકે ગાડીને રિવર્સ લેતા યુવક ચગદાઈ ગયો. ઘટના સ્થળે જ યુવકનું મોત થઇ ગયું. ઉલ્લેખનિય છે કે, ઇકો ચાલકે સ્ટેરીંગ પરનો કંટ્રોલ ગુમાવતા પીલ્લર અને ઇકો વચ્ચે યુવક દબાયો જતા કમકમાટીભર્યુ મોત થયું હતું.
અકસ્માતની સમગ્ર ઘટનામાં સીસીટીવી માં કેદ થઇ ગઇ છે. જો કે પાછળ ઉભેલા પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઇને ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Accident: સુરતના લિંબાયત વિસ્તારમાં ઓટો રિક્ષા પલટી જતાં સર્જાયો અકસ્માત, બાળકીનું કરૂણ મોત
ccident: સુરતના લિબાયત વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થયું છે. ઓટો રીક્ષા અચાનક પલટી જતાં દુર્ઘટના ઘટી હતી.
સુરતના લિબાયત વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક 4 વર્ષની બાળકીનું કરૂણ મોત થયું છે. ઓટો રીક્ષા અચાનક પલટી જતાં દુર્ઘટના ઘટી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં ઓટોરીક્ષા પલટી જતાં 4 વર્ષની બાળકીનું નિધન થયું છે. બાળકીનું નામ અનાવિયા શેખ છે.જેઓ નુરાની મસ્જિદ લીંબાયતની હતી.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા- ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, બાઇક સવાર દંપતીને કારે મારી ટક્કર, પત્નીનું મૃત્યુ
Accident:મહેસાણા ઉંઝા હાઈવે પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં ઉંઝા હાઈવે પર બાઇક પર જતાં એક દંપતીને કાર ચાલકે ચક્કર મારી દીધી.