મુંબઇ:લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન થયું છે. . 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.તેમની લેખનીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનના મળ્યું હતું સ્થાન ઉલ્લેખનિય છે કે, ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર મેળવ્યો હતો

તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘મયંકની મા’ ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’,  જેવી વાર્તાઓ સફળ છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ છે. 

વડોદરામાં જન્મેલા ધીરુબેન  પટેલની અનેક રચનાઓથી  ગુજરાતી સાહિત્યને ઉર્જાવાન પ્રાણવાન બનાવ્યું છે.  જરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની છે. 

'સુધા' સાપ્તાહિકનાં તંત્રી પદે પણ સેવા આપી હતી

ધીરુબેન પટેલનું  અનેક સાહિત્યાના સ્વરૂપમાં ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક તરીકે નોધપાત્ર કામગીરી રહી છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા થયું હતું. તેમજ ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મેળવ્યુ હતુ. વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યુ. અને 1947માં એમ.એ. પુર્ણ કર્યુ. તે બાદ 1949 થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી 1963-1964માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે સેવા આપી તેમણે  1975 સુધી 'સુધા' સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા. અને 1980માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 

લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન થયું છે. . 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.તેમની લેખનીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનના મળ્યું હતું સ્થાન ઉલ્લેખનિય છે કે, ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર મેળવ્યો હતો