ગીર સોમનાથ: જિલ્લાના ચોરવાડમા યુવકના આપઘાતની રહસ્યમય ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુવકની ગળેફાસો ખાઈને આત્મહત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા યુવકનું નામ નીતિન પરમાર હોવાનું સામે આવ્યું છે, જયારે પોલીસની વિશેષ તપાસમાં પોલીસને હાથ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કથિત રીતે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથિત વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સો સામે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ હોવાની વાતથી આ મામલાએ રાજકીય આલમમાં પણ ભારે ચકચાર મચી છે.
 
બનાવથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેનું આજે બપોરે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જેના પર કથિત આક્ષેપ છે તે ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાચી હકીકતો પોલીસ તપાસ અને મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જ સામે આવશે.


સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે આજે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. બે પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં આપેલા પૈસા પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે પણ કોઇના નામો લખવામાં આવ્યા નથી. પોલીસે તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.



આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા.  ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું.

મનીષભાઇએ સુસાઈડ નોટમાં પણ તાંત્રિક શબ્દોનો ‘ભગવાન પરચો બતાવશે’’ તેવો ઉલ્લેખ પણ કર્યો છે. મનીષ ઘણા સમયથી તેના અંગત મિત્ર બ્રાહ્મણ વિપુલ નામના વ્યકતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. મનીષે અગાઉ પોતાના સોશિયલ મીડિયામાં અઘોરી બાવાના આશીર્વાદ લેતો હોવાનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેઓ તાંત્રિક વિદ્યામાં પણ વધુ માનતા હતા. બ્રાહ્મણ વિપુલ આવી પ્રવૃત્તિઓ કરાવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ભૂતકાળમાં પણ તાંત્રિક વિધિઓના ચક્કરમાં ઘણા લોકોના જીવ ગયા છે. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.