મહીસાગર: મહીસાગર આમ આદમી પાર્ટી અને NCPના હોદેદારો ભાજપમાં જોડાયા છે. મહીસાગર આમ આદમી પાર્ટીના 2 નેતાનો ભાજપ પ્રવેશ થયો છે. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત 2 ટર્મ સુધી સભ્ય રહી ચૂકેલા અને હાલ NCPના નેતા ભરત પટેલે કેસરીયા કર્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમા આપનાં નેતા અને NCP નેતા ભાજપમાં જોડાયા છે.
સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વગાડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ ભાજપમા જોડાયા છે.
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, મંત્રી કુબેર ડિંડોર અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ સિંહ બારીયાની હાજરીમા આમ આદમી પાર્ટી અને એનસીપીના હોદેદ્દારો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ
લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. મજબૂત સંગઠનની રચના કરવા માટે પ્રભારી અને પ્રમુખ તમામ સ્તરના લોકો સાથે ચર્ચા કરવા માગતા હોવાથી આજે દિવસભર રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ નેતાઓ સાથે યોજાઈ હતી અને બીજી બેઠક જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે યોજાઈ હતી.
પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પૂર્વ વિપક્ષના નેતાઓની બેઠકમાં માત્ર લોકસભાની આગામી ચૂંટણી અંગે જ નહિ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા પ્રમુખ અને પ્રભરીએ કરી હતી. બંને બાબતોને ધ્યાનમાં રાખી જે લોકો કોંગ્રેસ પક્ષ મત રાત -દિવસ કામ કરે છે તેને આગળ લાવવા અને જે લોકો નિષ્ક્રિય છે તેમને હોદ્દા પરથી દૂર કરવા કડક વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલ જે લોકો હોદ્દા પર છે તેમના કાર્યનું મૂલ્યાંકન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે પ્રભારી અને પ્રમુખે બેઠક કરી હતી. નવા સંગઠન અંગે તમામ લોકોને તૈયારી કરવા અને લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.