Gujarat Assembly Election 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 તારીખે પરિણામ આવશે. જો કે આ પરિણામ આવે તે પહેલા જ આજે ગીરમાં મતદાન પૂર્ણ થયા બાદ તાલાલા બેઠકમાં પ્રાચીની આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો મતગણતરી પહેલાં જ પોતાની જીત નક્કી કરી હોય તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.
પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરાયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે. આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.
રાજકોટ જિલ્લામાં મતદાન
રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકો પર કુલ 55.93 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી 8 તારીખે પરિણામ સામે આવશે.
રાજકોટ-68 પૂર્વ - 55.47
રાજકોટ-69 પશ્ચિમ- 55.50
રાજકોટ-70 દક્ષિણ- 53.50
રાજકોટ-71-રૂરલ- 61.42
ગોંડલ- 54.95
ધોરાજી -55.42
જેતપુર - 50.25
જસદણ-59.18
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું
માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કણજા ગામે હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું. મતદાન કરવા માટે આવતા લોકોને વિના મૂલ્યે સારવાર અપાઈ હતી. વહિવટી વિભાગએ હેલ્થ બુથ દ્વારા નવતર પ્રયોગ કર્યો હતો.