અમદાવાદ: શિક્ષણના મુદ્દે ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ કરી કહ્યું સરકારી શાળાના મુદ્દાઓ પર આપે મજબૂત લડત આપી છે,  ગુજરાતમાં ભાજપના નેતાઓએ શિક્ષણને ધંધો બનાવી દીધો છે.   શિક્ષણ વેપાર કરી સરકારી શાળાઓની હાલત ખરાબ કરી છે.  સરકારી સ્કૂલોમાં હાલત ખરાબ કરી નાખી એટલે ખાનગી સ્કૂલોમાં બાળકો ભણવા માટે જાય છે. 



 
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું,  ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે,  નાના પરિવારો પર આર્થિક સંકટ આવ્યું છે.  વાલીઓ પાસે પૈસા નથી ખાવા માટે પૈસા ના હોય તે બાળકોને કેવી રીતે ભણાવી શકે.  પંજાબ અને દિલ્હીમાં ફી વધારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,  દિલ્હી અને પંજાબમાં ખાનગી સ્કૂલો વાલીઓ પણ દબાણ નથી કરી શકતી. 


આપ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી પાંચ માંગણીઓ કરવામાં આવી છે 


1- ફ્રી વધારો બંધ કરવામાં આવે 


2- જે સ્કૂલો ડોનેશન માંગે છે તે બંધ કરી કાર્યવાહી કરવામાં આવે 


3- શિક્ષકોને પૂરતું વળતર આપવામાં આવે 


4- Frc માં વાલીઓને લેવામાં આવે..હાલ Frc માં માત્ર ભાજપના નેતાઓ છે 


5- ખાનગી સ્કૂલો કપડાં અને બુકો લેવા માટે દબાણ ના કરે


ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું  કે દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં 7 વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી. પંજાબમાં પણ AAPની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અમારી માગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય કરવામાં  નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે શાંતિપૂર્વક જિલ્લા અને ઝોનવાઈઝ કાર્યક્રમો  કરવામાં આવશે  અને સરકારના બહેરા કાનમાં આ મુદ્દા પહોંચાડવાનો પ્રયાસ કરીશું. 


આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ અને સ્થળોનાં નામ બદલવા મુદ્દે કહ્યું હતું કે 'જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તેને હવે આમંત્રણ આપે છે. તમે ભાજપને પૂછો. નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે. નામ બદલવાથી વિકાસ ન થાય.