અમદાવાદ ખાતે Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Continues below advertisement


સાહિત્ય ક્ષેત્રે પોતાના શ્રેષ્ઠ યોગદાન બદલ ભાગ્યેશ ઝાનું Abp અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું. હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ્સ અને દિર્ધદૃષ્તિ ધરાવતા અનુભવિ વહિવટકર્તા ભાગ્યેશ ઝાને સાહિત્યક્ષેત્રે તેમના સર્જન બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભાગ્યેશ ઝાએ શરુઆતમાં સંસ્કૃતમાં સંબોધન કર્યું હતું. આ એવોર્ડ સ્વિકારતાં ભાગ્યેશ ઝાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.