કાળઝાળ ગરમીમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક, જાણો ડામરના રોડનું કેટલું નોંધાયુ તાપમાન

રાજ્યભરમાં હજુ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે. રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે

Continues below advertisement

રાજ્યભરમાં હજુ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે. રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી બે દિવસ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.તો પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર,બોટાદ,કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

Continues below advertisement

આકરા તાપમાં અમદાવાદમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું હતું. ડામર, બ્લોક,કાચા અને RCC રોડનું અલગ અલગ તાપમાન નોંધાયું હતું. વૃક્ષની નીચે તમામ રોડનું તાપમાન ઓછું નોંધાયું હતું. ડામરથી તપેલા રોડનું તાપમાન 64.9 ડિગ્રી, તાપથી તપેલા બ્લોકનું તાપમાન 60 ડિગ્રી, RCC રોડનું તાપમાન 57.5 ડિગ્રી, કાચા રોડનું તાપમાન 55.9 ડિગ્રી, વૃક્ષ નીચેના RCC રોડનું તાપમાન 38.8 ડિગ્રી, વૃક્ષ નીચેના ડામરના રોડનું તાપમાન 42.2 ડિગ્રી અને વૃક્ષ નીચેના બ્લોકની ફુટપાથનું તાપમાન 50.5 ડિગ્રી નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ, ભારે પવન અને તોફાનની ચેતવણી આપ્યા બાદ ત્રિપુરા સરકારે તમામ આઠ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.

IMDએ કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન શનિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અધિક સચિવ (મહેસૂલ) તમલ મજમુદારે જણાવ્યું હતું કે, 26 મેના રોજ દક્ષિણ ત્રિપુરા, ગોમતી, ​​ધલાઈ, સિપાહીજલા અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં સાવચેતીના પગલારૂપે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે 7 મેના રોજ દક્ષિણ ત્રિપુરા, ગોમતી, ​​ધલાઈ, સિપાહીજલા અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લાઓમાં વીજળી, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદને કારણે અસર થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે 28 મેના રોજ ઉત્તર ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લામાં વીજળી, ભારે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેમને એલર્ટને ધ્યાનમાં રાખીને NDRF, SDRF, ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ અને ફાયર સર્વિસ અને આવશ્યક સેવાઓને સ્ટેન્ડબાય પર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

Continues below advertisement
Sponsored Links by Taboola