Gujarat Election Opinion Polls 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે કહ્યું કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. અગાઉ એબીપી ન્યૂઝ માટે સી વોટરે ગુજરાત ચૂંટણીને લઈને એક સર્વે કર્યો છે.


આ સર્વેમાં એક સવાલ એવો પણ હતો કે મુખ્યમંત્રી પદ માટે લોકો કયો ચહેરો પસંદ કરે છે ? આ અંગે ખૂબ જ ચોંકાવનારા જવાબો સામે આવ્યા છે. સીએમ ચહેરા માટે ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, હાર્દિક પટેલ, સીઆર પાટીલ, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અને ઇસુદાન ગઢવીના નામ લોકો સામે હતા.


સર્વેમાં 33 ટકા લોકોએ કહ્યું કે વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ પહેલી પસંદ છે. 20 ટકા લોકોએ કહ્યું કે AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી પ્રથમ પસંદગી છે. તે જ સમયે, 8 ટકા લોકોએ વિજય રૂપાણીનું નામ લીધુ હતું. ઈસુદાન ગઢવી 20 ટકા લોકોની પસંદ છે. અર્જૂન મોઢવાડિયા 7 ટકા લોકોની પસંદ છે, શક્તિસિંહ ગોહિલ 5 ટકા લોકોની પસંદ છે. 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.


 


ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી કોણ ?



ભૂપેન્દ્ર પટેલ - 33%
વિજય રૂપાણી-8%
નીતિન પટેલ-5%
હાર્દિક પટેલ - 3%
સી.આર.પાટીલ-3%
ભરતસિંહ સોલંકી - 4%
શક્તિસિંહ ગોહિલ - 5%
અર્જુન મોઢવાડિયા-7%
જગદીશ ઠાકોર - 5%
ઇસુદાન ગઢવી-20%
અન્ય-7% 


નોંધઃ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવેલા આ સર્વેમાં 22 હજાર 807 લોકોએ ભાગ લીધો છે. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. એબીપી ન્યૂઝ માટે આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથે કરવામાં આવેલી વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાયો પર આધારિત છે. આ માટે એબીપી સમાચાર જવાબદાર નથી.