ABP-CVoter Exit Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું. આ વખતે મધ્ય ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે તેના પર બધાનું ધ્યાન છે.  એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર મધ્ય  ગુજરાતની 61 પૈકી ભાજપને  47  બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કૉંગેસને 13 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળવાનું અનુમાન નથી. અન્યના ફાળે 1 બેઠક આવી શકે છે. પોલ મુજબ મધ્ય ગુજરાતમાં ભાજપને 10 બેઠકોનો ફાયદો થવાનું અનુમાન છે. જ્યારે કૉંગ્રેસને 9 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે. 



મધ્ય ગુજરાતમાં કોને કેટલી બેઠકો



ભાજપ-47
કૉંગ્રેસ-13
આપ-0
અન્ય -1 


 


એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને  134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.


કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન


એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.


ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ


એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો  અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.


ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં અવારનવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જોવા મળી છે, પરંતુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રયાસ કર્યો છે.