Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક ખાસ તસવીર સામે આવી છે, અહીં સીમ સુરક્ષા દળના જવાન છોટુસિંહ વાઘેલા, જેના લગ્ન સોમવારે (આજે) થવાના છે. વિવાહ સ્થળ પર જતા પહેલા થરાદના મતદાન વિસ્તારના દુવા ગામમાં સ્થિત મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો. સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતાં વાઘેલાએ કહ્યું કે, - હું પશ્ચિમ બંગાળમાં તૈનાત છું, પરંતુ હું રજા પર છું કેમ કે આજે મારા લગ્ન થવાના છે. પરંતુ જાન નીકળે તે પહેલા મે અને મારા પરિવારજનોએ મત આપવાનો નિર્ણય કર્યો, મને લાગ્યુ કે મત જેમ કે હું દેશની સીમાઓની રક્ષા કરી રહ્યો છું, લોકતંત્રની રક્ષા કરવી પણ મારુ કર્તવ્ય છે, એટલા માટે મે મતદાનને પ્રાથમિકતા આપી. 


ગુજરાતમાં એક વાગ્યા સુધી 39.73 ટકા મતદાન થયું - 
અમદાવાદ - 30.82 ટકા
આણંદ- 37.06 ટકા
અરવલ્લી- 37.12 ટકા
બનાસકાંઠા- 37.48 ટકા
છોટા ઉદેપુર- 38.18 ટકા
દાહોદ- 34.46 ટકા
ગાંધીનગર- 36.49 ટકા
ખેડા- 36.03 ટકા
મહેસાણા- 35.35 ટકા
મહિસાગર- 29.72 ટકા
પંચમહાલ- 37.09 ટકા
પાટણ- 34.74 ટકા
સાબરકાંઠા- 39.73 ટકા
વડોદરા- 34.07 ટકા


 


બીજા તબક્કામાં આજે આ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન



  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ

  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર

  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર

  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ

  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ

  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ

  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા

  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા

  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ

  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર

  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ

  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા

  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ

  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)