ACB Trap: ભરૂચના ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂ. 5,000 ની લાંચ લેતા ઝડપાયો

Bharuch News: પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીની કાર્ટિગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી. જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.

Continues below advertisement

ACB Trap:  લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ‌‌ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીની કાર્ટિગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી. જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.

Continues below advertisement

 એક જાગૃત નાગરિક કાર્ટિગનો ધંધો કરતો હતો, જેમાં તેની 3 જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી. આ બાબતે ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસિંગ વસાવાએ‌ કાર્ટિગનો વ્યવસાય કરનારની ટ્રક રોકી ડ્રાઇવર પાસે તેના માલિકને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી 3 ગાડીઓ ફરે છે. જેથી એક ગાડીના રૂપિયા 5 હજાર લેખે કુલ રૂપિયા 15 હજાર મહિનાના થાય છે. જે તમારે આપવા પડશે, જો તમે આ પૈસા નહીં આપો, તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી કરીને કાર્ટિગનો વ્યવસાય કરનારે ડ્રાઇવરને જણાવેલ કે, તું તેને 5 હજાર રૂપિયા આપી દે, કોન્સ્ટેબલ રાજેન્દ્રએ ડ્રાઇવર પાસેથી ઉમલ્લા નજીકની શ્રી રંગ હોટલ ઉપર ગુગલ પે કરાવી 5 હજાર રૂપિયા લઈ લીધા હતા, અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરેલ હતી.

કોન્સ્ટેબલ દ્વારા અઘટિત વધુ માંગણી કરતા ફરિયાદીએ તે રકમ તેને આપવી ન હતી, જેથી તેમણે ભરૂચ ACBનો સંપર્ક કરી તેમની ફરિયાદ આપી હતી. ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ACB પોલીસ સ્ટેશન ભરૂચના એમ.જે.સિંદે તથા તેમના સ્ટાફે ઉમલ્લા નજીકની સંગીતા ટી સ્ટોલ ઉપર તેને છટકું ગોઠવી બોલાવ્યો હતો. ફરિયાદી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવાને લાંચની રૂ. 5 હજારની રકમ આપતા ACBના સ્ટાફે ઝડપી પાડ્યો હતો. ACB ટ્રેપમાં ઉમલ્લા પોલીસ મથકનો અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાતા જિલ્લાના કેટલાક પોલીસ મથકોના ભ્રષ્ટાચારી સરકારી બાબુઓમાં સોપો પડી ગયો છે.

આ પણ વાંચોઃ

IPLની ટોચની ત્રણમાંથી બે ટીમનો એક પણ ખેલાડી ટીમ ઈન્ડિયામાં નહી, તળિયાની RCB-MIના 6 ખેલાડી

Continues below advertisement
Sponsored Links by Taboola