Lok Sabha Elections 2024: પીએમ મોદી આજથી ગુજરાત પ્રવાસે છે.  પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ઉત્તર ગુજરાતમાં PM મોદીએ પ્રચંડ પ્રચાર શરુ કરી દીધો છે.  આજે પીએમએ પહેલી જાહેરસભા ડીસા ખાતે સંબોધી હતી. ત્યાર બાદ હિંમતનગરમાં પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધી હતી. સાબરકાંઠા, મહેસાણાના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી હતી.


 






પીએમ મોદીની સંબોધનના ખાસ વાતો


સાબરકાંઠામાં PM મોદીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. કેમ છો કહીને PMએ સભામાં સંબોધનની શરુઆત કરી હતી. તેમણે કહ્યું કે, સાબરકાંઠા સાથે દશકાઓથી મારો સંબંધ છે.  સાબરકાંઠા સાથેનો પ્રેમ અતૂટ છે. અન્ય દેશોના લોકો માટે હું એક દેશનો વડાપ્રધાન છું પરંતુ દેશ માટે માત્ર સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલું છું. તમારા માટે હંમેશાનો સાથી.


સરકારી કામ હોય તો આપવા આવતો હોય છું. મને આજે તમારા આશીર્વાદ જોઈએ છે. 140 કરોડ દેશવાસીઓના સપના સાકાર કરવા આશીર્વાદ આપો. મને મજબૂત સમર્થન જોઈએ છે. સંસદમાં ગુજરાતના તમામ સાથીઓની જરુર છે. દેશ ચલાવવા માટે સાબરકાંઠા, મહેસાણા જોઈએ. ખાતરી છે 7 તારીખે અભૂતપૂર્વ મતદાન કરશો. પ્રત્યેક પોલિંગ બુથમાં મતદાન કરી ભાજપને વિજય બનાવશો.


ફરજી વિડિયોનો કારોબાર હવે કોંગ્રેસે શરૂ કર્યો છે. મોદીનો ચહેરો અને બીજાની વાતના વિડિયો જાહેર કરે છે. હિંમત હોય તો કોંગ્રેસ પોતાના મોઢેથી જવાબ આપે. મોદીને બદનામ કરવાના પ્રયાસ કોંગ્રેસ કરે છે. દેશમાં જ્યાં જ્યાં ગયો ત્યાં કોંગ્રેસના ખોટા વાયદાઓને લોકો સ્વીકારતી નથી. ગુજરાત આ વિજય યાત્રામાં આગળ રહશે મને વિશ્વાસ છે.


સૌથી વધુ વોટ, સૌથી વધુ બેઠક ગુજરાત આપશે. મેહસાણા અને સાબરકાંઠાના ઉમેદવારો માટે સમર્થન આપશો. સીજે ચાવડા ખૂબ ઘડાયેલા નેતા છે. કોંગ્રેસમાં હતા ત્યારે ક્યારેય મારી વાતને ટાળી નથી એ આ મંચ પરથી કહું છું. તમે ઉમેદવારોને વોટ આપશો એ સીધા મોદીના ખાતામાં જશે. ભુપેન્દ્રભાઈએ બહુ સારી રીતે ગુજરાતનો વિકાસ કરી રહ્યો છે. ગુજરાતનું બહુ ઉજ્જવળ ભવિષ્ય હું જોઈ રહ્યો છું. પહેલા સમાચારોમાં ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. આજે કેટલા પકડાયાના સમાચાર આવે છે અને નોટો ગણવામાં મશીન થાકી ગયાના સમાચાર આવે છે. હું કામ કરું તો વિરોધ તો કરે ને? મોદીની રક્ષા મારા ભાઈ અને ગુજરાતીઓ કરશે.


એક જમાનો હતો ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં વિજ્ઞાનની શાળા નહોતી. ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર આદિવાસી પટ્ટાની અંદર વિજ્ઞાનની શાળાઓ શરુ થઈ અને આજે યુનિવર્સીટીઓ અને મેડિકલ કોલેજો આદિવાસી પટ્ટામાં છે. આજે હું આપની પાસે કંઈક માંગવા માટે આવ્યો છું, મને તમારા આશીર્વાદ જોઈએ છે જેથી કરીને 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે, એ સપનાને સાકાર કરવામાં હું કોઈ પાછી પાની ના કરું, મારી કોઈ ઉણપ ના રહી જાય એના માટે મને મજબૂત સમર્થન જોઈએ.