ખેડા: કઠલાલ અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. સોનપુર થાંભલા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રકની અડફેટે આવતા બાઈકચાલકનું મોત નિપજ્યું છે. મૃતક કઠલાલ તાલુકાના બંદૂકિયાનો રહેવાસી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જ્યારે બાઈક પર બેઠેલા અન્ય બે સવારને પગમાં ફેક્ચર થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકને કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો.
બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરતા ખળભળાટ, મૃતકોમાં ડોક્ટર અને શિક્ષકનો પણ સમાવેશ
Maharashtra : મહારાષ્ટ્રના સાંગલી (Sangli) જિલ્લામાં સામુહિક આત્મહત્યા (Mass suicide)ની મોટી ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ સાંગલી જિલ્લાના મિરજ તાલુકાના મહિસલના અંબિકા નગરવિસ્તારમાં બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અંબિકા નગરવિસ્તારમાં બે મકાનોમાંથી લગભગ નવ મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઝેરી દવા પીને 9 લોકોએ આત્મહત્યા કરી
મહિસલના બે ભાઈઓ માણિક યલ્લાપ્પા વનમોર અને પોપટ યલ્લાપ્પા વનમોરના પરિવારના નવ સભ્યોએ કથિત રીતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થયા છે. સમગ્ર સાંગલી જિલ્લામાં અરાજકતાનો માહોલ છે.
દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ, 1)ડો. માણિક યેલપ્પા વનમોર, 2)અક્કતાઈ વનમોર (માતા), 3)રેખા માણિક વનમોર (પત્ની), 4)પ્રતિમા વનમોર (પુત્રી), 5)આદિત્ય વનમોર (પુત્ર) અને 6)પોપટ યેલપ્પા વનમોર (શિક્ષક), 7)અર્ચના વનમોર (પત્ની), 8)સંગીતા વનમોર (પુત્રી) અને 9)શુભમ વનમોર (પુત્ર)એ આત્મહત્યા કરી લીધી છે.
તમામ સભ્યોએ એક જ સમયે આત્મહત્યા કરી હોવાનું અનુમાન
મૃતકોમાં બે ભાઈઓના પરિવારના માતા, પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. 20 જૂને સોમવારે સવારે મૃતદેહ મળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. માણિક વનમોર અને પોપટ વનમોર બંને અલગ અલગ મકાનમાં રહેતા હતા. બંનેએ પોતાના પરિવારજનો સાથે એક જ સમયે આત્મહત્યા કરી હતી. છ મૃતદેહો એક જગ્યાએ અને ત્રણ અન્ય જગ્યાએથી મળી આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. સમગ્ર પરિવારના આપઘાતથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.