સુરેન્દ્રનગર: દિવાળી નજીક આવતાં જ યમરાજાએ ગુજરાતના વિવિધ માર્ગો પર ધામા નાંખ્યા હોય તેમ અકસ્માતની સંખ્યા વધી રહી છે. ગઈકાલે ગલતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને ટ્રસ્ટી સહિત કુલ 4 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના તાજી છે ત્યાં જ સુરેન્દ્રનગર નજીક આજે સાંજે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના બની છે.



લીંબડી નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.



અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનથી અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં થયો ફાયદો, ટોપ-10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય

ગુજરાત પેટા ચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ રમશે ઠાકોર કાર્ડ, જાણો વિગત

રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર