ગીર જંગ માં જંગલી જાનવરોને પજવણી કરનારાઓને પકડવા પ્રથમ વખત ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ગીર જંગલ વેસ્ટના ડીસીએફ ડૉ. ધીરજ મિત્તલે ટ્વિટ કરી આરોપીઓને પકડવા વન વિભાગની મદદ કરવા કહ્યું છે. ચાર શખ્સો દ્વારા દિપડાના બચ્ચાંને પજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનિય છે કે દીપડાના બચ્ચાને ગરદનથી પકડીને યુવાનો રમત કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ સિંહની પજવણીના વિડીયો સામે આવી ચુક્યા છે.