તાપી: સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. સુરત ધૂલિયા નેશનલ હાઇવે નંબર 53 પર કિકાકુઇ ગામની સીમમાં બોલેરો જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય 4 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


અંબાજી ગબ્બર પાસેના તળાવમાંથી બે સગા ભાઈ અને બહેનની લાશ મળી આવતા ચકચાર


અંબાજી ગબ્બર પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા બે સગા ભાઈ અને બહેનની લાશ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા સાંજે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, જુબલી વાવ પાછળ જંગલમાં ઉડું તળાવ આવેલું છે. તળાવ પાસે ચંપલ મળતા ઘરના લોકોએ પોલીસને જાણ કરી હતી. આદીવાસી પરિવારનાં બાળકો તળાવમાં રમતા રમતા પડયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાજી પોલિસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોતના કારણ અંગે તપાસ શરુ કરી હતી.


5 દિવસ બાદ હતા પુત્રીના લગ્ન, ત્યારે જ દીકરી અને માતા ઘરમાંથી ગુમ થતા ખળભળાટ


ગુજરાત મોડેલની ચર્ચા આખા દેશમાં થાય છે ત્યારે આર્થિક પ્રશ્નને લઈને એક દીકરીના લગ્ન અટક્યા હોય તેવા પહેલો કિસ્સો બન્યો છે. હાલ તો એક માતાએ બંને પુત્રી સાથે જેમાંથી એક પુત્રીના લગ્ન થવાના હોય તેની સાથે પોતાનું ઘર પણ છોડી દીધું છે. આ ઘટના સામે આવી છે વલસાડના ખેરલાવ વિસ્તારમાં.


આ અંગે વિગતે વાત કરીએ તો, ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી  ખાતે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદ એટલે કે, તારીખ 27 5 2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25/ 5/ 2023  એટલે કે આજે ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા.અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.


જો કે, સાંજ થવા છતાં ત્રણે માતા પુત્રીઓ ઘરે પરત ન ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા  કઇક  અજુક્તું બન્યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.