અમરેલી: અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસના ડ્રાઈવર અને કન્ટેનર ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બગસરા ડેપોની એસટી બસ મહુવાથી જૂનાગઢ તરફ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. 


એસ.ટી.બસના ચાલક તેમજ કન્ટેનરના ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે જ્યાં તેમની સારવાર હાથ ધરાઈ છે. આ અકસ્માતમાં એસ.ટી.બસ કચ્ચરઘાણ થઈ  ગયો. એસ.ટી.બસમાં નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત આ ઘટનાને લઈ પોલીસ પણ પહોંચી હતી.  અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ શરૂ કરી છે.


 


કેજરીવાલની મોટી જાહેરાતઃ 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.


ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છેઃ કેજરીવાલ


મારા ફોનમાં બેટરી ઉતરી ગઈ છે, સ્વીચ ઓફ આવે તો કેમેરામેન પ્રભાત ઠાકોરના ફોન પર ફોન કરવો. પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.


ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ


ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે.  ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.