Gujarat Assembly Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.


ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છેઃ કેજરીવાલ


પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.






ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ


ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે.  ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.






80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશેઃ કેજરીવાલ


ગુજરાતમાં એટલા આંદોલન કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે જે 01 વર્ષ સુધી માન્ય રહેશે. સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે બસ ભાડું માફ હશે. જેવી સરકાર બનશે ભરતી ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.


કેજરીવાલની સભામાં કેવા લાગ્યા નારા


'એક કટોરી દો સમોસા, ભાજપ તેરા ક્યા ભરોસા' અને આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તેરી છેલ્લી દિવાળી તેવા નારા લાગ્યા હતા.