Accident In Chikhli: નવસારીના ચીખલીમાં હોટલમાં કાર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આલીપોર નજીક આવેલી આલ્ફા હોટલમાં સુરતના પાર્સિંગવાળી કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


સીસીટીવીમાં જોઈ શકાય છે કે સાડા આઠ વાગ્યાની આસપાસનો સમય છે. ત્યારે જ બેકાબૂ કાર હોટલમાં ઘૂસી જાય છે. પહેલા તો કાઉન્ટરની સાથે ટક્કર થાય છે. બાદમાં હોટલમાં બેસેલ લોકોને પણ ટક્કર મારી છે. જેના કારણે ત્રણ લોકોને ઈજા થાય છે. જેમાં એકની હાલત ગંભીર હોવાથી નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો છે.


માહિતી પ્રમાણે કારને હોટલના પાર્કિગમાં પાર્ક કર્યા બાદ ડ્રાયવરથી ભૂલમાં એક્સિલેટર પર પગ મુકાય જતા ઘટના બની હતી. હાલ તો ચીખલી પોલીસે તપાસ હાથ ધરી છે.


મેગા બ્લોક


આવતીકાલથી પશ્ચિમ રેલવેનો બે દિવસનો બેગા બ્લોક રહેશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલથી બે દિવસ સુધી વલસાડ અને સુરત સેક્શન વચ્ચે પશ્વિમ રેલવેનો મેગા બ્લોક રહેશે. મરોલી-સચિન વચ્ચે ગડર બદલવાની કામગીરીને કારણે મેગા બ્લોક રહેશે. 12 ડિસેમ્બરે સવારે 11.50થી 3.50 વાગ્યા અને 13 ડિસેમ્બરે સવારે 10.30થી 2.30 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.


બે દિવસના મેગા બ્લોકના કારણે અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરે 15 જેટલી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી દોડશે. 13 ડિસેમ્બરના રોજ બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.


લખનઉ ડિવિઝનમાં કામગીરીથી રાજકોટ રેલ વ્યવહાર પર અસર થશે. .ઓખા-ગોરખપુર તેમજ ગોરખપુર-ઓખા ટ્રેન રદ કરવામાં આવી હતી. જ્યારે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસની સાથે પોરબંદર- મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિતની ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે સાત ડિસેમ્બરના રોજ પણ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ચાર કલાક સુધી ખોરવાયો હતો. બિકાનેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરતના કોસંબા નજીક ખોટકાઈ હતી. એન્જીનના વ્હીલ જામ થઈ જતા ઘટના બની હતી. રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વ્હીલ જામ થયેલા એન્જીન  હટાવી અન્ય એન્જીન જોડી રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી.


જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમે જોયું જ હશે કે કોઈ સ્ટેશન પર ટ્રેન ગમે તેટલી લાંબો સમય ઊભી રહે, તો પણ તેનું એન્જિન બંધ કરવામાં આવતું નથી. આટલું જ નહીં, જો આગળનો પાસ ન મળવાથી અથવા કોઈ ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન બે સ્ટેશનો વચ્ચે ક્યાંક અટકી જાય તો તેનું એન્જિન બંધ કરવામાં આવતું નથી. ઘણા લોકો વિચારતા હશે કે, આવું શા માટે કરવામાં આવે છે. જ્યારે તે દેખીતી રીતે ડીઝલનો પણ વ્યય કરે છે.


સ્ટેશન પર ટ્રેનનું એન્જિન બંધ કરવામાં આવતું નથી, પછી ભલે તે ટ્રેન આખી ખાલી જ કેમ નથી હોતી. જણાવી દઈએ કે, ડીઝલ એન્જિનને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, તેને થોડા સમય માટે બંધ કરવાથી, લોકો પાઇલટ અને મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.