Gujarat Accident News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. અરવલ્લીના મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકોના મોત,૨૫ લોકો ઘાયલ થયા હતા. બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડ અથડાઈ હતી. ડભોઈ-મોડાસા એસટી બસ અથડાઈ હતી. ૫ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.


અમદાવાદ શહેરમાં તથ્ય પટેલે સર્જેલા અકસ્માતને લોકો હજુ સુધી કોઈ ભુલી શક્યા નથી. ત્યા હવે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. શુક્રવારે સાંજે સગીરે એક પોશ વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર હંકાવીને એક કિશોરીને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે સાંજના સમયે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદીપની સોસાયટી નજીક એક સગીર યુવકે પુરપાટ કાર ચલાવીને 16 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ યુવતી નાસ્તો લેવા જઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત થતા જ લોકોના ટોળા એક્ઠા થઈ ગયા હતા. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સગીર કાર ચાલકની એન ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં સગીર 17 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેની સાથે તેનો ભાઈ અને બે મિત્રો પણ કારમાં સવાર હતા. 


જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બંને વાહનો આડા પડી ગયા હતા. બંને વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.


થોડા દિવસ પહેલા વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પીકઅપ વાહનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટી ખાઈ ગઈ હતી. જેમાં પિકઅપ વાન સીધી માઈનોર કેનાલમાં ખાબકી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ કેનાલમાં પડેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પિકઅપ વાનમાં કુલ 12 થી 15 લોકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થાય છે.